દાન |
આ સંસ્થા ૮૦ વષૅ ઉપરાંતની ઘણી જૂની સંસ્થા છે. ને તેની ભૌતિક સુવિધાઓ જેવી કે મકાનો, પ્રાેટેકશન વોલ, પીવાના પાણીની સુવિધા માટે નાણાંના અભાવે સંસ્થા મૂંઝવણ અનુભવે છે. જેથી સંસ્થાએ તે અંગેનો પ્રાેજેકટ બનાવી ભારત સરકારના નાણાં મંત્રાલયમાં મંજૂર કરાવેલ છે. ભીલ સેવા મંડળે ભારતમાં સૌપ્રથમ આદિવાસીઓના કલ્યાણ કામની શરુઆત કરેલી છે. સરકારશ્રીનો આદિજાતિ વિકાસ પ્રવૃતિમાં ઘણો મોટો ફાળો રહ્યો છે. સરકારશ્રી તરફથી મળતું અનુદાન પૂરતું ન હોવાને કારણે સમાજ પાસે હાથ લંબાવવો અનિવાયૅ બની રહે છે.
અમારી સંસ્થાને મળતું દાન ભારત સરકારના નાણાં વિભાગના નોટિફિકેશન નં. એસ. ઓ. ૧૬૪૯ (ઈ) મુજબ ઇન્કમટૅકસ કાયદાની કલમ - ૩૫ એ.સી. હેઠળ ૧૦૦ ટકા કરમુકત છે. આપનો સહયોગ અમારી પ્રવૃતિમાં પ્રાણ પૂરશે. આપનો ઉદાર હાથ અમારી હિંમતને વધારશે. અમારા લંબાવેલા હાથને પકડી અમને કાયમના આભારી બનાવશો. આપનો સહકાર અને સક્રિય યોગદાન કેટલાંય તેજસ્વી, બુધ્ધિમંત બાળકોનાં નસીબ ઉઘાડશે, કેટલાંના મંગલદીપ પ્રગટાવશે.